યુવાન એટલે જોશ.... થનગનાટ... આભ ને આંબવાની ઈચ્છા. નવસર્જન માટેની અભિલાષા ... સફળતા અને શ્રેષ્ઠત્વ મેળવવું એ તેનો સ્વભાવ . પણ નેશનલ ક્રાઇમ બ્યુરો(NCRB)ભારત સરકાર દ્વારા પ્રસ્તુત વિગતો જોઈએ છીએ ત્યારે ચોંકી જવાય છે. NCRB ના રિપોર્ટ મુજબ ભારત માં રોજ ૩૧ યુવાનો આપઘાત કરે છે .



* સફળતાનો રાજમાર્ગ - મેં હું સમર્થ *


એવું તો શું છે જે યુવાન આટલો હતાશ છે ?


પરિવાર સાથે કેમ તેનો સુમેળ ઘટતો જાય છે ?


તેની પ્રગતિ કેમ અવરોધાય છે ?


પોતાની જિંદગી, કારકિર્દી, પરિવાર વગેરે અનેક પ્રશ્નો... પણ સમાધાન ક્યાં ?


તેની વ્યવસાયિક સમસ્યાઓનું માર્ગદર્શન ક્યાં ?



આવા અનેક પ્રશ્નોના પ્રત્યુત્યર છે અહી. યુવાનની સંવેદના સાથે જોડાવું... તેની મૂંઝવણ, સમસ્યાઓના ઉકેલ માટે, તેના સ્વપ્નોને પાંખો આપવા માટે અમે મિત્ર અને માર્ગદર્શક બની રહયા છીએ. અનેક લોકો “મેં હું સમર્થ” સ્લોગન પોતાના જીવનમાં આત્મસાત કરી રહયા છે. – જેનું અમોને ગૌરવ છે. સાંપ્રત સમયની એક સમસ્યા – યુવા પેઢી અને વાલી. માતા-પિતા અને સંતાન બંને એકબીજાના સંપર્કમાં છે પરંતુ તેઓ વચ્ચે જોડાણ થતું નથી. પરિણામ – તણાવ... મનોવૈજ્ઞાનિક રીતે એકમેક પ્રત્યે વધતો તણાવ દૂર કરવો, એકમેક પ્રત્યે સમજણ અને સંવાદિત વિકસાવવી, સ્નેહભાવ વધારવો એ અમારો ધ્યેય છે.




સમાચાર ગેલેરી


Note:-If you want to saw video gallery click the image